Breaking

Saturday, 6 July 2024

shayri 001 (Gujarati)

 જયારે જયારે મારી લખેલ આ બે લીટી ને તું લાઈક કરી જાય છે,

ત્યારે ત્યારે અહીં બગાડેલ બધો સમય વ્યાજ સાથે વસુલ થઈ જાય છે...


મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ તારા ચહેરાનું સ્મિત જોઇને 
માની લઉં છું કે
હું નસીબદાર છું . . .


મારો મૂડ ગમે એટલો ખરાબ જ કેમ ના હોય,

તને હસતી જોઈ સૌથી ખુશનસીબ બની જાઉં છું...



હું ત્યાં જઇને પણ માંગી લઈશ પોતાના માટે તને..
બસ કોઇ એટલું જણાવે કે કુદરતના ફેસલા થાય છે ક્યાં..??


વિશ્વ જેને કહે છે " ચુંબન ",

એ હોઠોનો મીઠો કજિયો છે....!!

💋💋


તું નજીક આવે અને જ્યારે અડે..👫
જીવવા માટે જીવન ઓછું પડે..❤



ના તને કે ના મને કંઈ જાણ છે 
આપણી વચ્ચે કશું ખેંચાણ છે 
જુલ્ફ ઊડતી જોઈને લાગ્યું મને 
આજ તો વરસાદ ના એંધાણ છે..


🤗   💞   😘


ફરિયાદ આવી છે,
ધબકારા ની કે!
કોણ છે એવું બીજું કે;
જે મારી સાથે,
દિલમાં ધબક્યા કરે છે..
💝    💖

No comments: